- રણકાર.કોમ – Rankaar.com - http://rankaar.com -

આવ સજનવા – દિલીપ રાવળ

Posted By Niraj On January 24, 2012 @ 7:13 am In ગીત,દિલીપ રાવલ,રિશીત ઝવેરી,હીમાલી વ્યાસ | 7 Comments

મને તરબોળ થવું,
હવે ભીની ભીની રાતો લઈને, આવ સજનવા
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધું ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા,
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

આવ આપણા સંબંધોને નામ આપશું થોડા,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડા,
તોડ્યો જે ના તૂટે એવો એક નાતો લઈને, આવ સજનવા,
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

Related posts:


Article printed from રણકાર.કોમ – Rankaar.com: http://rankaar.com

URL to article: http://rankaar.com/blog/archives/2318

Copyright © 2009 રણકાર. All rights reserved.